વરસાદી ઋતુમાં પશુઓના રોગો: ઓળખ, નિવારણ અને સારવાર
Indian Veterinary Magazine (ISSN:3108-1398) (2026). વરસાદી ઋતુમાં પશુઓના રોગો: ઓળખ, નિવારણ અને સારવાર. Indian Veterinary Magazine (ISSN:3108-1398).
વરસાદી ઋતુ દરમિયાન વધતી ભેજ, અનિયમિત વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિને કારણે ગાય-ભેંસમાં વિવિધ ચેપી અને પરોપજીવી રોગોનું જોખમ વધી જાય છે. “રોગ ત્રિકોણ” (Disease Triangle) મુજબ રોગાણુ, યજમાન અને પર્યાવરણ વચ્ચેની પરસ્પર ક્રિયા રોગના ફેલાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમયગાળામાં ખરવા-મોવાસા (FMD), ગળસુંઢો (HS), લેપ્ટોસ્પાઇરોસિસ, આંતરિક કૃમિઓ તથા ગોચડ-ઇતરડીજન્ય રોગો પશુઓના આરોગ્ય અને ઉત્પાદકતા પર ગંભીર અસર કરી શકે છે. યોગ્ય રહેઠાણ વ્યવસ્થાપન, સ્વચ્છ પાણી, ગુણવત્તાયુક્ત ચારો, સમયસર રસીકરણ, કૃમિનાશક સારવાર અને બાહ્ય પરોપજીવીઓનું નિયંત્રણ રોગ નિવારણ માટે મહત્વપૂર્ણ છે. વહેલી ઓળખ, પશુચિકિત્સકની સલાહ અને “વન હેલ્થ” અભિગમ અપનાવવાથી પશુઓના આરોગ્યનું રક્ષણ કરી પશુપાલકોના આર્થિક નુકસાનને ઘટાડી શકાય છે.
How to cite
Indian Veterinary Magazine (ISSN:3108-1398) (2026). વરસાદી ઋતુમાં પશુઓના રોગો: ઓળખ, નિવારણ અને સારવાર. Indian Veterinary Magazine (ISSN:3108-1398).
Published open access under CC BY 4.0. Reuse is permitted with attribution to the authors and this journal.